ગૂગલની નોકરી છોડીને સમોસાં વેચી રહ્યો છે મુંબઈનો યુવાન

નવી દિલ્હી: દુનિયાની ટોપ કંપનીઅોમાં સામેલ ગૂગલમાં નોકરી કરવી અે લાખો યુવાનોનું સપનું હોય છે. પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જેમનાં સપનાં ગૂગલ કરતાં પણ મોટાં હોય છે. એમબીએનો અભ્યાસ કર્યા બાદ ગૂગલમાં નોકરી કરતાં અા યુવકને પોતાનાં સપનાંઅો પાછળ ભાગવાથી રોકી ન શક્યું. તેણે સમોસાં વેચવાનું કામ શરૂ કર્યું. તેનું નામ છે બહોરી કિંચન.

અા કોઈ સામાન્ય સમોસા નથી પરંતુ મુનાફ કાપડિયાને ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. મુનાફ કાપડિયાઅે ૨૦૧૫માં ગૂગલની નોકરી છોડીને મુંબઈમાં એક ફૂડ સ્ટાર્ટ અપ શરૂ કરવાનું નક્કી કર્યું. અા કામ માટે તેણે માતા નફિસાની મદદથી લોકોની વચ્ચે બહોરી થાલ પહોંચાડવાની યોજના બનાવી.

ગૂગલમાં નોકરી કરી રહેલો મુનાફ અાખો દિવસ નોકરીના કામ કાજ અર્થે બહાર રહેતો હતો. અા દરમિયાન તેની માતા નફિસા ટીવીની સામે િવતાવતી હતી. મુનાફને બહોરી કિચનનો અાઈડિયા બિઝી રાખવા માટે અાવ્યો. બહોરી સમુદાયની કેટલીક વાનગીઅો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જેમ કે મટન સમોસાં, નરગીસ કબાબ, કઢી ચાવલ વગેરે. નફિસાના હાથના સ્વાદથી મુનાફ પહેલેથી જ પરિચિત હતો. તેણે અહીંથી જ પોતાના કામની શરૂઅાત કરી. મુનાફ એમબીઅે હતો તેથી તેણે સૌથી પહેલાં પોતાના બિઝનેસ અાઈડિયા પ્રોટેન્શિયલને જાણવાનું નક્કી કર્યું. અા માટે તેણે ઇ-ઇમક, ફોન કોલના માધ્યમથી છોકરીઅોનાં એક ગ્રૂપને તેનાં ઘરે અાવવા રાજી કર્યું. તેના ફિડબેક પર માતા અને પુત્રઅે પોતાની ફૂડ સર્વિસ અાપવાનું નક્કી કર્યું.

બંનેઅે મળીને તેનું નામ નક્કી કર્યું બહોરી કિચન. એક તરફ નફિસા પોતાના હાથનો જાદુ ચલાવી રહી હતી અને બીજી તરફ મુનાફ તેના પ્રચારમાં વ્યસ્ત બન્યો હતો. ત્યારબાદ મુનાફને લાગ્યું કે હવે તેણે ગૂગલની નોકરી છોડીને પોતાના કિચન પર ફૂલટાઈમ કામ કરવું જોઈઅે. તેમની સ્ટોરી અેટલી ફેમસ થઈ કે ફોર્બ્સે અંડર ૩૦ અચિવર લિસ્ટમાં તેમનું નામ સામેલ કરી દીધું.

નફિસાનાં ખીમા સમોસાં અને રાનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક વર્ષની અંદર તેનું ટર્નઅોવર ૫૦ લાખનું રહ્યું. અાગામી અેક વર્ષમાં ૩ કરોડ સુધીના ટર્ન અોવરનો ટાર્ગેટ રખાયો છે. તેઅો એક સેન્ટ્રલ કિચન મેન્ટેન કરી રહ્યા છે. ત્યાંથી લોકોને સમોસાં ઉપરાંત અન્ય ડિશ પણ મોકલવામાં અાવે છે. એક વાર સ્થિર થયા પછી મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કદાચ ન્યૂયર્કમાં પણ રેસ્ટોરાં ખોલવાની યોજના છે.
http://sambhaavnews.com/

You might also like