Header

ગૂગલ 20 એપ્રિલે ભારતમાં લોન્ચ કરશે Chromecast 2

નવી દિલ્હી: દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ 20 એપ્રિલના રોજ ભારતમાં Chromecast 2 લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઇએ કે અ દિવસે દિલ્હીમાં ગૂગલ એસ પ્રેસ ઇવેંટ આયોજિત કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટ દરમિયાન ભારતમાં HDMI ડોંગલ ક્રોમકાસ્ટની પણ જાહેરાત કરવામાં આવશે. કંપનીએ મીડિયા ઇન્વાઇટ મોકલવાનું શરૂ કરી દીધું છે જેમાં કેટલીક રસપ્રદ જાહેરાત કરવાની વાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૂગલે પોતાની ભારતીય વેબસાઇટ પર Chromecast 2 ની જાણકારી નોંધાવી હતી. જો કે બાદમાં તેને હટાવી દેવામાં આવી, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ભૂલથી થયું હશે.

ગત વર્ષે ઓક્ટોબરમાં ગૂગલ Nexus 6P, 5X ની સાથે Chromecast 2 અને ક્રોમકાસ્ટ ઓડિયો લોન્ચ કર્યો હતો. તાજેતરમાં ભારતમાં જૂના ક્રોમકાસ્ટનું વેચાણ થઇ રહ્યું છે.

ક્રોમકાસ્ટના માધ્યમથી સ્ટાડર્ડ ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી શકે છે. તેના માટે ફક્ત યૂજરને સામાન્ય કોસ્ટ આપવાની હોય છે. તેના માધ્યમથી યૂજર્સને યૂટ્યૂબ અને નેટફ્લિક્સના વીડિયો કન્ટેટ પણ ટીવી પર મળે છે.

Chromecast 2 માં નવા રેડિયલ ડિઝાઇન આપવામાં આવ્યા છે. તેમાં 5GHz 802.11ac WiFi સ્ટાડર્ડની સાથે ત્રણ ઈન્બિલ્ટ એન્ટેના લાગેલું છે. આ ઉપરાંત તેમાં ફાસ્ટ પે ફીચર પણ આપવામાં આવ્યું છે જેના માધ્યમથી યૂટ્યૂબ વીડિયો સરળતાથી બફર થશે.

You might also like