ન્યૂ દિલ્હીઃ ગૂગલ મેપ્સે એપને માટે નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે યૂઝર જે રસ્તા પર જઇ રહેલ છે ગૂગલ મેપ્સ તેને ત્યાંનો એલિવેન ચાર્ટ દેખાડશે. આનાંથી એ જાણવું સરળ થઇ જશે કે રસ્તા પર કેટલું ચઢાણ છે અને કેટલો રસ્તો સીધા માર્ગે છે. જો કે આ ફીચર હાલમાં આઇઓએસ ગૂગલ મેપ્સ યૂઝર્સનાં માટે ઉપલબ્ધ છે.
એલિવેશન ચાર્ટની મદદથી યૂઝરને એ જાણવામાં સરળતા રહેશે કે તે જે રસ્તા પર જઇ રહ્યાં છે ત્યાં વૉક કરવું અથવા તો સાઇકલિંગ કરવું કેટલું સરળ રહેશે અથવા તો મુશ્કેલ રહેશે. જે લોકો વધારે કેલરી બર્ન કરવા ઇચ્છે છે તેઓની માટે ઉંચાઇવાળા રસ્તા પર સાઇકલિંગ કરવું ઘણું સારૂ હોય છે એવામાં સાચો રસ્તો પસંદ કરવામાં ગૂગલ મેપ હવે વધારે સરળતાથી તેની મદદ કરી શકશે. એપલ વૉચ યૂઝર્સ એપને વૉચથી સિંક પણ કરી શકે છે.
ગૂગલનાં નવા અપડેટ સાથે એપમાં ઇવેન્ટ્સ સેક્શન પણ જોડાઇ ગયેલ છે. આનાંથી યૂઝર્સ આસપાસનાં વિસ્તારમાં થઇ રહેલ મૂવી, શો અને કોન્સર્ટ ઇવેન્ટની જાણકારી પણ સરળતાથી મેળવી શકાશે. જો કે આ ફીચર હાલમાં કેટલાંક ક્ષેત્રો સુધી સીમિત છે.
આ ફીચર પણ જોડાઇ શકે છેઃ
ગૂગલ મેપ્સ એપમાં વધુ એક નવું ફીચર જોડાઇ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કમ્યૂટ (Commute) નામનું આ નવું ફીચર ડ્રાઇવિંગ અને ટ્રાંસિટ ટૈબ્સની જગ્યા લેશે. કમ્યૂટ પર ટેપ કરવા પર ગૂગલ મેપ્સ યૂઝર્સને બે ઓપ્શન “ટૂ વર્ક” અને “ટૂ હોમ” દેખાશે.
રિપોર્ટ્સનું માનીએ તો ગૂગલનું આ યૂઝર ઇંટરફેસનો ઉપયોગ કરીને યૂઝરને ઘર અને ઓફિસ જવા માટે રસ્તા માટેની સૂચના આપશે. જો રસ્તા પર જ નહીં જવું તો ગૂગલ મેપનાં એપમાં નીચે તરફ અન્ય એક ઓપ્શન પણ આપવામાં આવશે કે જેથી યૂઝર અન્ય બીજો રસ્તો પણ પસંદ કરી શકશે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…