ગૂગલે લોન્ચ કર્યો Pixel સ્માર્ટફોન : જાણો શું છે કિંમત અને ખુબીઓ

સાન ફ્રાંસીસ્કો : ગુગલે નવી જનરેશનનાં પિક્સલ સ્માર્ટફોનને મંગળવારે અમેરિકાનાં સાન ફ્રાંસિસ્કોમાં લોન્ચ કર્યો હતો. ગુગલનાં આ બહુપ્રતિક્ષિત મોબાઇલનું ભારત ખાટે બુકિંગ 13 ઓક્ટોબરથી ચાલુ થશે. ગુગલનાં પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ બ્રાયન રાકોવસ્કીએ પિક્સલ અને પિક્સલ XL સ્માર્ટફોન્સને લોન્ચ કર્યો હતો. ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા ભારતમાં તેનું વેચાણ થશે.

ગુગલ પિક્સલ સ્માર્ટફોન બે સ્ક્રીન સાઇઝ 5 અને 5.5 ઇન્ચનાં વેરિએશનમાં ઉપલબ્ધ થશે. આ ફોનની કસ્ટમર સર્વિસ પણ 24*7 પ્રાપ્ત થશે. કંપનીએ નેક્સસ સ્માર્ટફોન્સનાં વિકલ્પ તરીકે પિક્સલ અને પિક્સલ એક્સએલ માર્કેટમાં ઉતાર્યો છે. જો કે ભારતમાં તેની કિંમત 57 હજાર રૂપિયાથી ચાલુ થશે. આ ફોન કિંમતના મુદ્દે આઇફોન અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપશે.

આ ફોન 15મિનિટમાં ચાર્જ થશે જે 7 કલાક સુધી ચાલી શકશે. જ્યારે કેમેરાની પિક્ચર ક્વોલિટી તમામ ફોનને માત આપશે. ઉપરાંત તેનું બોડી એલ્યુમિનિયમનું હશે. તેમાં ક્વોડકોર પ્રોસેસર 2*2.15 GHZ/2*1.6 GHZનું છે. આ લક્ઝરી સ્માર્ટફોનની રેમ 4જીબી છે. જ્યારે સ્માર્ટફોનનો કેમેરો 12 મેગાપિક્સલનો છે. જેની મદદથી ખુબ જ ઓછા સમયમાં તસ્વીરો ઝડપી શકાશે. તેની બેટરી 2770 અને 3450 એમએએચની હશે. તે ઉપરાંત ફોનની સ્ટોરેજ ક્ષમતા પણ 32 જીબી છે.

You might also like