હવે નોકરી અપાવવામાં મદદ કરશે Google, જોબ સર્ચ ફિચર ભારતમાં લૉન્ચ

છેલ્લા થોડા મહિનાથી Google સતત પોતાના ભારતીય યૂઝર્સ માટે નવા ફિચર્સ લોન્ચ કરી રહ્યુ છે. તાજેતરમાં લોન્ચ થયેલા નવું ફિચર હોય કે પછી ગૂગલ આસિસ્ટન્ટ, કંપની સતત એક્ટિવ મોડમાં છે. હવે સર્ચ દિગ્ગજ Googleએ ભારતમાં Job Search ફિચર લૉન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી ભારતીય યૂઝરને જોબ શોધવામાં સરળતા રહેશે. Googleના આ નવા ફિચર માટે ઘણી સારી જૉબ્સ ફર્મ્સ અને વેબસાઇટ જેવા કે TimesJOb, Shince.cCom અને LinkedInની સાથે પાર્ટનરશિપ કરી છે. નવા ફિચરથી Googel ઇચ્છે છે કે યૂઝર્સ સરળતાથી જૉબ શોધી શકે.

ખાસ વાત છે કે. Google એ કર્મચારીઓ અને કંપનીની સરળતા માટે ઑપન ડૉક્યુમેન્ટેશન પણ રિલીઝ કરી દીધા છે, જેની મદદથી નાના-મોટા ઑર્ગેનાઇઝેન્સની નોકરી શોધવી સરળ થઇ જશે.

Google Job Searchની સૌથી મોટી ખાસિયત એ છે તમને લોકેશન બેસ્ડ રિઝલ્ટ મળશે. જોબ સર્ચ કરવા પર તમને 3 કેટેગરી મળશે- જોબ, સેવ્ડ અને અલર્ટ. નવા જૉબ ફિચર એન્ડ્રોઇડ અને iOS એપ સિવાય ડેસ્કટૉપ અને મોબાઇલ પર ગૂગલ સર્ચમાં મળશે.

અલર્ટમાં તમને તમારા સર્ચના આધારે નોટિફિકેશન મળશે. ગૂગલ જોબ સર્ચમાં છેલ્લો દિવસ, છેલ્લા 3 દિવસ, છેલ્લું અઠવાડિયું અને છેલ્લા મહિના સુધીની જોબ વેકેન્સી અંગે માહિતી મળશે. આ સિવાય તમને ઈન્ડસ્ટ્રી બેસ્ડ અને તમારી આસપાસ થતી ભરતીઓની પણ માહિતી મળશે.

મહત્વનું છે કે ગયા વર્ષે જ ગૂગલે ભારતમાં જોબ સર્ચ ફિચર લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ગૂગલે આ અંગેની જાહેરાત વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં કરી હતી. આમાં લોકેશન, સ્કીલ, એમ્પ્લોયર અને જોબ પોસ્ટિંગની તારીખ જેવા ઘણાં ફિલ્ટર્સ છે, જેના આધારે રિઝલ્ટ મળશે. આ સિવાય ગૂગલ એમ્પોલયર કંપનીને રેટિંગ પણ આપશે.

You might also like