સેલ્ફીના ચાહકો માટે ગૂગલે લોન્ચ કરી નવી એપ

જે લોકોને સેલ્ફી લઈને સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાનો શોખ છે તેમના માટે ગૂગલે આર્ટ એન્ડ કલ્ચર એપ ભારતમાં લોન્ચ કરી દીધી છે. એન્ડ્રોઈડ કે એપલ મોબાઈલધારક ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકે છે. ત્યાર બાદ સેલ્ફી અપલોડ કરવાથી આ એપ કહી આપશે કે તમારો સેલ્ફી દનિયાના ૭૦ દેશોના ૧૫૦૦ મ્યુઝિયમમાં રાખવામાં આવેલાં ૬૦૦૦થી વધારે સ્કલ્પ્ચર કે પેઈન્ટિંગ સાથે મેચ થાય છે. અમેરિકામાં આ એપે ધૂમ મચાવી છે અને લોકોને આશરે ત્રણ કરોડ સેલ્ફી અપલોડ કર્યા છે.

You might also like