ગુગલે લોન્ચ કર્યું મેસેજિંગ એપ “ALLO”, આપશે વોટ્સએપને ટકકર

ગુગલે હાલમાં જ તેના મેસેજિંગ એપ “ALLO”ને લોન્ચ કર્યું છે. એનરોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ એપ દ્વારા ચેટિંગ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની સુવિધા પણ છે. જે વોટ્સએપ અને ફેસબુકને ટક્કર આપી શકે છે. એટલે કે “ALLO”ને હેલો કરવાની તમામ તૈયારી ગુગલ પર થઇ ચૂકી છે. “ALLO” એપ ચેટિંગની દુનિયાનું 6 એપ છે.  અત્યાર સુધી ચેટિંગ માટે એપ્લનું આઇ મેસેજ, ફેસબુક મેસેન્જપ, વોટ્સઅપ, સ્લેક મોટા પ્રમાણમાં લોકો વાપરતા હતા.  આ સાથે જ ગુગલ હેગ આઉટનો પણ ઉપયગો  થતો હતો.  આ અંગે ગુગલના પ્રોડક્ટ મેનેજર અમિત ફઉલે જણાવ્યું છે કે આ એપ યુઝરને તેના પરિવાર અને મીત્રો વચ્ચે દરેક વખતે લાઇવનેસ જાળવી રાખશે.

કાયમ આપણે ફ્લાઇટમાં કે કોઇ ખાસ જગ્યાએ હોઇએ ત્યારે આપણો સંવાદ બંધ થઇ જાય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને  “ALLO” એપ તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી ફોટો શેયરિંગ ઉપરાંત ઇમોજી, સ્ટિકર્સ વગેરે જેવી સુવિધાઓ પણ છે. “ALLO” એપમાં એક ખાસીયત એ છે કે યુઝર્સ તેમાં રહીને પણ ગુગલ સર્ચ કરી શકે છે. તેના માટે એપની બહાર જઇને અન્ય બ્રાઉઝરમાં જવાની જરૂર નહીં રહે @google  લખતાની સાથે જ સર્ચ શક્ય બની જશે.

આ એપમાં સંદેશની સમય સીમાં પણ નિશ્ચિત કરી શકાય છે. જેનાથી સંદેશ પોતાની જાતે જ પૂર્ણ થઇ જશે. તેને ગુગલના વીડિયો ચેટના એપ ડ્યુઓના જોડીદારની રીતે રજૂ કરવામાં આવ્યા છે. ગુગલ પ્લે સ્ટોરના ડ્યુઓના 1 કરોડ યુઝર્સ માત્ર એક મહિનામાં થઇ ગયા છે.

એલો ઇન્સ્ટોલ કર્યા બાદ સૌથી પહેલા યુઝર્સે પોતાનો ફોન નંબર એડ કરવાનો હોય છે. ત્યાર બાદ પ્રોફાઇલ ફોટો સેટ કરવાનું કહેવામાં આવશે. અહીં યુઝર્સ દ્વારા પોતાનું નામ એડ કર્યા પછી તેને તેના જીમેલ એકાઉન્ટ સાથે જોડવામાં આવશે. ત્યાર બાદ હોમ સ્ક્રીનમાં ત્રણ વિકલ્પ પ્રાપ્ત થશે. તેમાં પહેલો વિકલ્પ સેન્ડ મેસેજ, બીજો વિકલ્પ સ્ટાર્ટ ગ્રૂપ ચેટ અને ત્રીજો વિકલ્પ ગુગલ અસિસ્ટેટ રહેશે.

You might also like