સાવધાન! તમારી વાત રેકોર્ડ કરી રહ્યું છે ગૂગલ

નવી દિલ્હી: હવે જ્યારે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ‘ઓકે ગૂગલ’ કહો તો ધ્યાન રાખજો. ગૂગલ છાનામાના તમારા વોઇસ કમાંડ્સને રેકોર્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી લોકોને વિશ્વાસ થતો ન હતો કે ગૂગલ તેમના વોઇસ કમાંડ્સ રેકોર્ડ કરે છે, પરંતુ હવે તેના નક્કર પુરાવા સામે આવ્યા છે જે ગૂગલે પોતે રજૂ કર્યા છે.

ધ ઇન્ડીપેંડેંટમાં છપાયેલા સમાચાર અનુસાર, સર્ચ જોઇન્ટે જૂન 2015માં એક નવી વેબસાઇટ લોન્ચ કરી હતી જેનાપર ખુલાસો થયો કે ઓકે ગૂગલ રિઝલ્ટ્સ સાચવીને રાખે છે. આ ઓડિયો હિસ્ટ્રી વેબસાઇટ દરેક ઓકે ગૂગલ વોઇસ સર્ચનું વિવરણ રાખે છે, જેથી શરૂઆતી કમાંડ્સ બી સામેલ છે.

તમારી પહેલી ઓકે ગૂગલ વોઇસ સર્ચ કમાંડને સાંભળીને ઘણા યૂજર્સને હસવાનું આવી જશે. પરંતુ તેનાથી એ પણ ખબર પડે છે કે ગૂગલ પોતાના યૂઝરો વિશે કેટલી જાણકારી એકઠી કરે છે. તે ફક્ત યાદ રાખતું નથી પરંતુ લોકો ફોન પર શું ટાઇપ કરી રહ્યાં છે, કયા વોઇસ કમાન્ડ આપી રહ્યાં છે, એ પણ તેની હિસ્ટ્રીમાં છે.

ગૂગલનું કહેવું છેકે આ વોઇસ-સર્ચમાં સુધારો લાવવા માટે છે. તેનો મતલબ વોઇસ કમાંડ્સ સેવ કરી ગૂગલ શબ્દો અને કહેવતોનું ઉચ્ચારણ અને યૂઝરની બોલવાની રીત શીખે છે.

ગૂગલ કહે છે કે ‘તમારો અવાઝ અને બીજા ઓડિયોની સાથે ઓકે ગૂગલ કે માઇક્રોફોન આઇકન ટેપ કરવાની સાથે જ થોડી જ સેકન્ડમાં સાઉન્ડ રેકોર્ડ થઇ જાય છે. તમારો ઓડિયો તમારા એકાઉન્ટમાં ત્યારે જ સેવ થાય છે જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય. બધી એપ્સ તમારા એકાઉન્ટમાં તમારો અવાઝ રેકોર્ડ કરવાનું ફીચર સપોર્ટ કરતું નથી.’ગૂગલ એટલો હક આપે છે કે તે પોતાનો ઓડિયો રેકોર્ડિંગ હિસ્ટ્રીને ડિલીટ કરી શકે છે. સાથે જ વોઇસ અને ઓડિયો એક્ટિવિટીને પણ ઓફ કરી શકાય છે.

You might also like