ગુગલના ડુડલમાં આજે દાદા સાહેબ ફાળકે, જાણો કેમ

ગુગલે પોતાના અંદાજમાં આજ ફીલ્મ નિર્માતા દાદા સાહેબ ફાળકેને ડુડલ બનાવીને યાદ કર્યા છે. ભારતીય સિનેમાંના પિતામહ કહેવાતા દાદા સાહેબ ફાળકેનો આજે 148 મો જન્મ દિવસ છે. દાદા સાહેબ એક જાણીતા પ્રોડ્યુસર,ડાયરેક્ટર અને સ્ક્રિન રાઈટર હતા જેમણે પોતાના 19 વર્ષ લાંબા કરિયરમાં 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મો બનાવી. દાદા સાહેબ ફાળકેએ ‘રાજા હરિશ્ચંદ્ર’ થી શરૂઆત કરી હતી,જને ભારતની પહેલી લાંબી ફિલ્મ કહેવાતી હતી. આ સિવાય તેમણે ‘મોહિની ભષ્માસુર’,’સત્યવાન સાવિત્રી’ અને ‘કાલિયા મર્દન’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યુ હતુ. ગુગલે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યુ છે કે દાદ સાહેબ ફાળકે પર બનેલા ગુગલ ડુડલને કલાકાર અલીશા નાન્દ્રાએ બનાવ્યુ છે. ગુગલ ડુડલમાં યુવા દાદા સાહેબ ફાળકેને એક ફિલ્મ રિલની સાથે એક્શનમાં બતાવવામાં આવ્યા છે. દાદા સાહેબે ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી યાદગાર ફિલ્મો નિર્દેશિત કરી હતી.ગુગલની બ્લોગ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે.’ પેંટર,ડ્રાફ્ટ્સમેન,થિએટ્રિકલ સેટ ડિઝાઈનર અને લીથોગ્રાફર તરીકે પોતાનુ નસિબ આજમાવ્યા બાદ તેમને એલિસગાય ની સાયલંટ ફિલ્મ ‘ ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ માં ચાન્સ મળ્યો હતો. ફાળકેને સિલ્વર સ્ક્રિન પર ભારતીય સંસ્ક્રુતિને બતાવવાનો શ્રેય મળે છે,ફિલ્મમેકિંગ સિખવા માટે તેઓ લંડન પણ ગયા હતા.

1870 માં આજના દિવસે એટલે કે 30 એપ્રીલે દાદ સાહેબનો જન્મ થયો હતો. ભરતીય સિનેમામાં તેમના અભુતપુર્વ યોગદાન કારણે 1969 માં ભારત સરકારે તેમના સન્માનમાં ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડની શરૂઆત કરી હતી.ભારતીય સિનેમાંનો આ સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરષ્કાર માનવામાં આવે છે.સૌથા પહેલા દેવિકા રાની ચૌધરીને આ એવોર્ડ મળ્યો હતો.16 ફેબ્રુઆરી, 1944 માં નાસિકમાં તેમનું નિધન થયુ હતુ.

You might also like