લો બોલો હવે ગાડી તો ઠીક સાયકલમાં પણ સેલ્ફડ્રાઇવિંગ

આધુનિકતા અને ટેકનોલોજી બંને ભેગા થઇને એક સ્ટેપ આગળ વધાર્યું છે. ડ્રાઇવરલેસ કારો પછી હવે સેલ્ફ ડ્રાઇવિંગ બાયસિકલ પણ આવી ગઇ છે. હવે તમારી સાયકલ જાતે જાતે રોડ પર જ ચાલશે. હાં, અમેરિકાની એક કંપનીએ નવી શોધ પ્રમાણેઆ સપનું હવે હકીકત બની ગયું છે.

માનવામાં આવે છે કે આ સદીની બેસ્ટ શોધ છે. તમને જણાવી દઇએ કે આ સાયકલ ગૂગલે બનાવી છે. ગૂગલે તેને વર્લ્ડ પ્રીમિયમ સાયકલિંગ સિટીના પ્રસંગે એમ્સ્ટર્ડમની શેરીઓમાં ટેસ્ટ પણ કરવામાં આવી છે.

આ સાયકલ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર સાથે સજ્જ કરવામાં આવેલ છે. સાથે આમા પિકઅપ ફંક્શન પણ આપવામાં આવ્યું છે જે સાયકલને કોઇ પણ સ્થિતિમાં પિકઅપ કરી શકે છે. તમારા રોમાંચને વધારવા માટે નીચે આપેલી સેલ્ફ ડ્રાઇવિંગ બાઇસિકલ્સની આ વિડીયો જુઓ.

You might also like