હવે Google જણાવશે તમારી નજીકમાં કયું ATM આવેલું છે

છેલ્લા કેટલાક દિવસોથી તમને નજીકનું એટીએમ શોધવાની રીતો વિશે ઘણી માહિતી વાંચવા મળી રહી હશે. એમાં અને એપ્સ અને વેબ બેસ્ડ એપ્લિકેશન શામેલ છે. પરંતુ હવે ગૂગલ ઇન્ડિયાના હોમ પેજ પર તમને એટીએમની જાણકારી મળશે. એના માટે ગૂગલે ગૂગલ ઇન્ડિયાના હોમ પેજ પર સર્ચ બોક્સની નીચે એક લિન્ક સ્વરૂપમાં આ ઓપ્શન આપ્યું છે. ત્યાં લખ્યું છે ‘Find an ATM Near You’

ગૂગલ ઇન્ડિયાના હોમ પેજ પર આપવામાં આવેલા ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી સામે ગૂગલ મેપ્સ ખુલશે અને તેની ડાબી બાજુમાં એટીએમનું લિસ્ટ મળશે. એ તમારા લોકેશનને આધારે બતાવશે. અહીં તમે નેવિગેટ કરીને એટીએમ સુધી પહોંચી શકો છો.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે હાલમાં જ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી છે. હવે 500 અને 2,000ની નવી કરન્સી આવી ગઈ છે. એટીએમ પર લોકોની લાંબી લાઈનો પાછલા કેટલાક દિવસોથી સતત જોવા મળી રહી છે.

You might also like