હવે ગુગલ પર 10 મિલિયન લોકોનો ડેટા ચોરીનો આરોપ…..

કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફસબુક ડેટા લીકનો મામલો હજુ ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે ત્યારે હવે ગુગલ પર એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. ગુગલ પર આરોપ છે કે તેણે ઓસ્ટ્રેલિયાના 10 મિલિયન યૂઝર્સનો ડેટા ચોરી કર્યો છે અને તેમની ગતિવિધિયોને ટ્રેક કરી રહ્યુ છે.

સોફ્ટવેર કંપની ઓરેકલના એક અધિકારીએ દાવો કર્યો છે કે ગુગલ દર મહિને 1GB જેટલો યૂઝર્સનો ડેટા એકઠો કરી રહ્યુ છે અને અને તે ડેટાને જાહેરાત કંપનીઓની પાસે પહોંચાડી રહ્યુ છે. આ ડેટાની મદદથી એન્ડ્રોઈડ યુઝર્સના ફોન પર જાતજાતની જાહેરાતો બતાવવામાં આવી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાઈ પ્રતિસ્પર્ધા અને ઉપભોક્તાએ કહ્યુ કે તે આ રિપોર્ટની તપાસ કરવામાં આવશે.

ઓરેકલે ગુગલ પર આરોપ લગાવ્યો છે કે ફોનમાં સીમકાર્ડ ન હોવા અને લોકેશન ઓફ હોવા છતા તે યુઝર્સના લોકેશનને ટ્રેક કરે છે, આ ઉપરાંત ઓરેકલે આ પણ કહ્યુ કે ગુગલ એન્ડ્રોઈડ ફોનના આઈપી એડ્રેસ, મોબાઈલ ટાવર અને વાઈ-ફાઈ કનેક્શન વડે યુઝર્સની ગતિવિધીયો પર ધ્યાન રાખી રહ્યુ છે. કંપનીએ પોતાના એક પ્રેઝન્ટેશનમાં જણાવ્યુ કે ગુગલ એન્ડોઈડ ડિવાઈસના બેરોમીટરની મદદથી હવાના દબાણ વડે યુઝર્સના લોકેશનને ટ્રેક કરે છે.

ત્યારે આ આરોપનો ગુગલે જવાબ આપતા કહ્યુ કે આ માટે યુઝર્સની પરમિશન લેવામાં આવે છે. ગુગલે જણાવ્યુ કે તેની પોતાની પ્રાઈવસી પોલિસી છે. ગુગલના કહ્યા પ્રમાંણે પોતાના એન્ડ્રોઈ યુઝર્સની જે જાણકારીઓને એકઠી કરે છે તેમા વ્યુક્તિગત જાણકારી, ડિવાઈસની જાણકારી, લોગ જાણકારી અને સ્થાનની જાણકારી હોય છે.

You might also like