આજે છે ગુગલની સૌથી મોટી ઇવેન્ટ, જાણો શું થશે એમા…

નવી દિલ્હીઃ ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30 કલાકે ગુગલે અમેરિકાના સેન ફ્રેસિસ્કોમાં એક મોટી ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ વખતની ઇવેન્ટ ગત ઇવેન્ટ કરતાં ખાસ છે. આ વખતે કંપની પોતાના બે ફ્લેગશિપ સ્માર્ટ ફોન એક નવું બ્રાન્ડ Picelની રીતે લોન્ચ કરશે. જેના માટે કંપની દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

જો કે એક બ્રિટિશ રિટેલરે ગૂગલના સ્માર્ટફોનને લીક કરી દીધો હોવાના સમાચાર સામે આવ્યાં છે. તેની ફોટો અને સ્પેસિફિકેશન્સની વાત પણ સામે આવી છે. આ વખતે મોટોરોલા મોબિલિટીના પૂર્વ પ્રેસિડન્ટ રિક ઓસ્ટેલો ગુગલ હાર્ડવેયર ડિઝાઇનના બોસ છે અને એટલા માટે જ ગુગલના ફેન્સને તેમની પાસે ખૂબ જ આશા છે.

આ વખતે એપલના બંને ફોન આઇફોન 7 અને આઇફોન 7 પ્લસ ગત વખતની જેમ જ બજારમાં ધમાલ મચાવવામાં નિષ્ફળ રહ્યાં છે. સેમસંગનું ફ્લેગશિ સ્માર્ટ ફોન ગેલેક્સિ નોટ-7 ફાટી રહ્યો છે. ત્યારે ગુગલ તેના હાઇ એન્ડ સ્માર્ટફોનથી એપલ અને સેમસંગ યૂઝર્સને આકર્ષિ શકે છે.

ગુગલ પિક્સલ સ્માર્ટફોન સિવાય ઇવેન્ટમાં ગૂગલ હોમ સ્માર્ટ સ્પીકર લોન્ચ કરવામાં આવશે. જેને કંપનીએ google I/O 2016 દરમ્યાન રજૂ કર્યો હતો. એમેઝોન ઇકો વિશે જો તમે જાણો છો. તો આ પણ તેવું જ સ્પીકર છે પરંતુ ઇકો કરતા વધારે સ્માર્ટ છે. જેમાં ગુગલ એસિસ્ટેટ આપવામાં આવશે. જે હવે ગુગલ નાઇને રિપ્લેસ કરશે.

You might also like