ગૂગલ ગ્લાસની સત્તાવાર રિએન્ટ્રી થઈ

ગૂગલે અગાઉ પોતાના મહત્ત્વાકાંક્ષી ગેજેટ ગૂગલ ગ્લાસની જાહેરાત કરેલી, પરંતુ એ પ્રોજેક્ટ કોમર્શિયલી ક્યારેય સાકાર થયો નહીં અને કંપનીએ એને અભરાઇ પર ચડાવી દીધેલો, પરંતુ હવે એની ડિઝાઇન અને હાર્ડવેરમાં ફેરફાર કરીને કંપનીએ એને ગૂગલ ગ્લાસ એન્ટરપ્રાઇઝ એડિશન તરીકે નવેસરથી માર્કેટમાં મૂક્યા છે. ગૂગલ ગ્લાસના પ્રોજેક્ટ લીડ અને ભારતીય મૂળના ટેક્નોક્રેટ જય કોઠારીએ કંપનીના બ્લોગમાં લખ્યું છે કે બે વર્ષના રિસર્ચ પછી ગૂગલે આ નવી એડિશનના ગ્લાસની ડિઝાઇનને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી છે. વ્યક્તિ એને લાંબો સમય પહેરી રાખે તોય તેને થાક લાગતો નથી. ગૂગલે એની બેટરીને પણ વધુ પાવરફુલ બનાવી છે.
http://sambhaavnews.com/

You might also like