હવે જાહેર જગ્યાઅો પર ગૂગલનું ફ્રી વાઈ ફાઈ

ગુડગાંવ: ખૂબ જ જલદી તમે ગૂગલના ફ્રી વાઈ ફાઈનો લાભ લઈ શકશે. ગૂગલે સાર્વજનિક જગ્યાઅો, મોલ્સ, મેટ્રો સ્ટેશન, કેફે અને યુનિવર્સિટીમાં વાઈ ફાઈ હોટ સ્પોટ બનાવવાની યોજના તૈયાર કરી છે. દિગ્ગજ ટેકનોલોજી કંપની ગૂગલે કહ્યું કે ગૂગલ સ્ટેશન દ્વારા ભારતના લાખો લોકોને ફ્રી વાઈ ફાઈ અાપશે.
ગુડગાંવમાં અેક કાર્યક્રમ દરમિયાન ગૂગલે જાહેરાત કરી. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ કેસર સેન ગુપ્તાઅે એક નિવેદન જારી કરીને કહ્યું કે ગૂગલનો હેતુ લોકોને પોતાનાં ઘરેથી થોડે જ દૂર જતાં હોટ સ્પોટ ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી લોકોને સરળતા રહે. કંપની અા માટે માળખું તૈયાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ હાલમાં રેલ ટેલ સાથે મળીને દેશના ૫૩ રેલવે સ્ટેશન ઉપર ફ્રી વાઈ ફાઈ અાપી રહ્યું છે અને તેની યોજના અા વર્ષના અંત સુધી ૧૦૦ રેલવે સ્ટેશન પર વાઈ ફાઈ અાપવાની છે. કંપનીઅે જણાવ્યું કે ગૂગલ અાસિસ્ટન્ટ સેવા ખૂબ જ જલદી હિંદીમાં પણ ઉપલબ્ધ થશે. ગૂગલે પોતાની હરીફ કંપની અેપલની Siri અને માઈક્રોસોફ્ટની Cortanaની ટક્કરમાં ગૂગલ અાસિસ્ટન્ટ બજારમાં મૂક્યું છે. ગૂગલે કહ્યું કે તેની નવી મેસેજિંગ એપ એલોનો પ્રયોગ કરનાર ભારત પહેલો દેશ હશે. ગૂગલે તે અેપ વોટ્સઅેપને ટક્કર અાપવા માટે બનાવી છે.

ગૂગલે ભારતમાં યુ ટ્યૂબ ગો અેપ લોન્ચ કરી
ભારતીય યુઝર્સ માટે ગૂગલે એક ખાસ અેપ્લિકેશન રજૂ કરી છે તેનું નામ યુ ટ્યૂબ ગો છે. અા અેપની ખાસિયત અે છે કે સ્લો ઇન્ટરનેટ સ્પીડમાં પણ યુ ટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરી શકાશે. અોફ લાઈન વીડિયો જોઈ શકાશે અને ડેટા ખર્ચ પણ અોછો અાવશે. અા અેપ ખાસ કરીને અે વિસ્તારો માટે લવાઈ છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હોય છે. ગૂગલનું કહેવું છે કે ટુજી ઇન્ટરનેટ કનેક્શન પર પણ અા અેપમાં બફરિંગ વગર વીડિયો જોઈ શકાશે. ભારતના યુઝર્સ હાલમાં અા અેપને સાઈન અપ કરી શકે છે. અોફિશિયલી તે ક્યારે લોન્ચ થશે તેની જાણકારી નથી.

You might also like