ગૂગલે પણ મનાવી દેશની આઝાદી કાંઇક આવી રીત

નવી દિલ્હીઃ આજે ભારતનો 70મો સ્વાતંત્રતા દિવસ છે ત્યારે ભારત સાથે ગૂગલે પણ ડૂડલ દ્વારા આઝાદી મનાવી છે. આપણો દેશ રાત્રે 12 વાગ્યે આઝાદ થયો હતો . તે સમયે પંડિત નહેરૂએ આઝાદીનું સંબોધન કર્યું હતું. ગુગલે તે ભાષણને ધ્યાનમાં રાખીને ડૂડલ બનાવ્યું છે. આ પહેલાં પણ ગુગલે અનેક વખત ભારતની આઝાદીનો ઉત્સવ આવી રીતે બનાવ્યો હતો.

goole1ગત વર્ષે પણ ગુગલે ડૂડલ દ્વારા આઝાદી મનાવી હતી. 69માં સ્વતંત્રતા દિવસે ગુગલે મહાત્માગાંધીના દાંડી માર્ચને યાદ કર્યો હતો.

google215મી ઓગસ્ટ 2014 ગૂગલે ત્રિરંગાને ડૂડલ પર મૂકી ભારતની આઝાદીમાં સહભાગી થયા હતા. સાથે જ આઝાદીના સમયના સ્પેમ્પને પણ મૂક્યો હતો.

google3ભારતના 67માં સ્વતંત્રતા દિવસે ગૂગલે કાંઇક આ રીતે આઝાદીનો ડૂડલ પર દર્શાવી હતી. ગુગલ શબ્દને ત્રિરંગા રંગે રંગી દીધો હતો.

 

You might also like