ગૂગલે ડૂડલ સમર્પિત કરી શિક્ષકદિન ઊજવ્યો

નવી દિલ્હી: સમગ્ર ભારત અાજે અાઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ઊજવી રહ્યું છે. અા દિવસને દેશ શિક્ષકદિનના રૂપમાં ઊજવે છે. ડો. રાધાકૃષ્ણન્ પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી રહ્યા. તેમના સન્માનમાં અાઝાદ ભારત શિક્ષકોને સન્માન અાપવા માટે અા દિવસને શિક્ષકદિનના રૂપમાં ઊજવે છે.

અાજના દિવસને ગૂગલે પણ પોતાનું ડૂડલ સમર્પિત કર્યું છે. રાજકારણમાં અાવતાં પહેલાં તેમણે પોતાની જિંદગીનાં મહત્ત્વપૂર્ણ ૪૦ વર્ષ શિક્ષકના રૂપમાં િવતાવ્યાં હતાં. સમગ્ર દુનિયામાં શિક્ષકોને સન્માન અાપવા માટે શિક્ષકદિનનું અાયોજન કરવામાં અાવે છે.

કેટલાક દેશોમાં તો શિક્ષકદિનના દિવસે રજા પણ જાહેર થાય છે, જ્યારે કેટલાક દેશ અા દિવસને કોઈ ખાસ કાર્ય કરીને મનાવે છે. ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ૫ સપ્ટેમ્બર શિક્ષકદિનના રૂપમાં ઊજવવામાં અાવે છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને એક અાસ્થાવાન હિંદુ વિચારક કહેવાય છે. તેમના અા ગુણોના કારણે વર્ષ ૧૯૫૪માં ભારત સરકારે તેમને સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજ્યા હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતના તિરુત્તનીમાં
થયો હતો, જે ચેન્નઈથી ૬૪ કિલોમીટર દૂર છે.

You might also like