ભારત પહોંચ્યા Google ના સીઈઓ સુંદર પિચાઈ, ડિઝિટલ બિઝનેસ પર કરશે વાત

ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ પોતાના કુટુંબ સાથે ભારત પહોંચ્યા છે. તે પોતાની રજાઓ જયપુરમાં વીતાવશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અહીં નવું વર્ષ ઊજવવા આવ્યા છે અને આ સાથે તે કેટલોક સમય બિઝનેસની પણ વાત કરશે.

ગૂગૂલ 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફર્નસનું આયોજન કરી રહ્યું છે, જેમાં પિચાઈ કંપનીના નવા આઇડિયા વિશે વાત કરી શકે છે. ગયા વર્ષે જ્યારે ડિસેમ્બરમાં સુંદર પિચાઈ ભારત આવ્યા હતો ત્યારે તેમણે ગૂગલ ભારતીઓને ઓનલાઇનથી જોડવા પર કામ કરશે.

4 જાન્યુઆરીના થનારી પ્રેસ કોન્ફરન્સના મુખ્ય એજન્ડા હેઢળ એ બતાવવામાં આવ્યું કે ગૂગલ કેવી રીતે દેશમાં હાલના ટેલેન્ટના આઈટી સ્કીલને વધુ સારી બનાવવા પર કામ કરી શકે છે. સુંદર પિચાઈએ 10 વર્ષ પહેલા પ્રોડક્ટ મેનેજર તરીકે ગૂગલ જોઈન કર્યું હતું. સુંદર પિચાઈ આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરિંગ પાસઆઉટ છે.

You might also like