ગૂગલની સેલ્ફ-ડ્રાઈવિંગ કારને પોલીસે રોકી લીધી

ગૂગલ છેલ્લા ઘણા સમયથી પોતાની ડ્રાઈવર વિનાની સેલ્ફ-ડ્રાઈવિંગ કારને પોતાના પિયર એવા કેલિફોર્નિયાના માઉન્ટન વ્યુ વિસ્તારમાં ટેસ્ટ કરી રહ્યું છે, પરંતુ હમણાં રસ્તે ચાલતી અા કારને ત્યાંની ટ્રાફિક પોલીસે રોકીને એના નામની રસીદ ફાડી હતી. એનું કારણ એ હતું કે ડ્રાઈવરવિહોણી કાર અત્યંત ધીમે ધીમે ચાલતી હતી અને પાછળ બધો ટ્રાફિક બ્લોક થઈ રહ્યો હતો. એક્ચ્યુઅલી, અા સેલ્ફ ડ્રાઈવિંગ કાર ૫૬ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડલિમિટના પટ્ટામાં ચાલી રહી હતી, પરંતુ કારની સ્પીડ કલાકની માત્ર ૧૬ કિલોમીટર જેટલી જ હતી. અા કાર રોકી ત્યારે ખુદ ટ્રાફિક પોલીસને પણ ખબર નહોતી કે એને કોઈ માણસ નહીં બલકે કમ્પ્યુટર ચલાવી રહ્યું છે. જોકે રસપ્રદ વાત એ થઈ કે ગૂગલે અા ઘટનાનો પણ જશ લઈ લીધો હતો.

You might also like