હેપી બર્થડે ગૂગલ, ૧૯ વર્ષનું થયું સર્ચ એન્જિન

નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલ અાજે ૧૯ વર્ષનું થઈ ચૂક્યું છે. ૪ સપ્ટેમ્બર ૧૯૯૮ના રોજ કેલિફોર્નિયામાં લેરી પેજ અને સર્જિ બ્રિને તેની સ્થાપના કરી હતી. અા કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ભારતીય મૂળના અમેરિકી સુંદર પિંચાઈ છે.
ગૂગલ દુનિયાની સૌથી વધુ જોવાતી વેબસાઈટ છે. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી લેરી પેજ અને સર્જિ બ્રિને જાન્યુઅારી ૧૯૯૬માં ગૂગલને રિસર્ચ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કર્યો હતો.

બંનેઅે સર્ચ એન્જિનને નવી ટેકનિક પેજ રેન્ક હેઠળ બનાવવાનો વિચાર કર્યો. અા બીજા સર્ચ એન્જિનની ટેકનિકથી અલગ અને બેસ્ટ હતી. પહેલા તેનું નામ બેકરબ રાખવામાં અાવ્યું હતું. ત્યાર બાદ તેનું નામકરણ ગૂગલ થયું. અા શબ્દનો મતલબ અે હતો કે એક સંખ્યાની અાગળ ૧૦૦ શૂન્ય હોય છે. તેનાથી તેમાં એવું દર્શાવાયું કે સર્ચ એન્જિનના રૂપમાં ગૂગલ મોટી માત્રામાં જાણકારી ઉપલબ્ધ કરાવશે. ગૂગલ ડોટ સ્ટેન્ફોર-એડીયુ અને ઝેડડોટસ્ટેનફોર્ડડોટએટીયુના ડોમેનથી તે સ્ટેનફોર્ડની વેબસાઈટ પર શરૂ થયું.

૧૯૯૮માં સ્થાપના
૧૫ સપ્ટેમ્બર ૧૯૯૭માં ગૂગલ ડોમેનનું રજિસ્ટેશન થયું. કંપનીની સ્થાપના ૪ સપ્ટેમ્બર ૧૯૯૮ના રોજ કરાઈ. સર્જિ અને લેરીઅે કંપનીને કેલિફોર્નિયાના મેનરો પાર્ક સ્થિત પોતાના િમત્ર સુશાન વેજકિકના ગેરેજમાં શરૂ કર્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી ક્રેગ સિલ્વરસ્ટીનને પહેલા કર્મચારીના રૂપમાં સાઈન કર્યો. ૧૯ અોગસ્ટ ૨૦૦૪ના રોજ ગૂગલે પોતાનો અાઈપીઅો જારી કર્યો. માર્ચ ૧૯૯૯માં ગૂગલે પોતાનું મુખ્યાલય કેલિફોર્નિયાના પાલો અાલ્ટોમાં બનાવ્યું. ત્યારબાદ કંપની માઉન્ટેન વ્યૂહ વિસ્તારમાં ગૂગલ પ્લેક્સ નામના મુખ્યાલયથી કામ કરવા લાગી.

૨૦૧૫માં બની અાલ્ફાબેટ
ગૂગલે ૨ અોક્ટોબર ૨૦૧૫ના રોજ પોતાની સેવાઅો સરળ કરવા માટે અાલ્ફાબેટ નામની કંપની બનાવી. તેમાં ૭૫,૬૦૬ કર્મચારી છે. તેનું મુખ્યાલય પણ ગૂગલ પ્લેક્સમાં છે. લેરી પેજ તેના મુખ્ય કાર્યકારી અધિકારી છે અને સર્જિબ્રિન તેના અધ્યક્ષ છે.

સુંદર પિચાઈ
૧૨ જુલાઈ ૧૯૭૨ના રોજ તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા સુંદર પિંચાઈને ૨ અોક્ટોબર ૨૦૧૫ના રોજ અાલ્ફાબેટ કંપની બનતાં ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવાયા.

You might also like