બંધ થઇ જશે Gmail, ગૂગલે કરી જાહેરાત

દુનિયાના સૌથી મોટા અને જાણીતા ટેકનોલોજીનો મહાનુભાવ ગૂગલે જુના વર્ઝનનાં ક્રોમ બ્રાઉઝર અને Windows XP અને Windows Vista થી Gmail સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે આ વર્ષનાં અંત સુધી તે બ્રાઉઝર સપોર્ટ મળતો રહેશે. ગૂગલ મુજબ, ૮ ફેબ્રુઆરી ૨૦૧૭ થી તે Gmail યૂઝર્સને બેનર નોટીફિકેશન આપવામાં આવશે, જે ક્રોમ વર્ઝન ૫૩ અથવા તેનાથી નીચેનાં વર્ઝનવાળા બ્રાઉઝર યૂઝ કરે છે.

દુનિયાની સૌથી મોટી ઈ-મેઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની Gmail ની આ જાહેરાત બાદ સૌથી વધારે અસર Windows XP અને Windows Vista યૂઝર્સને પડશે.કારણ કે, બ્રાઉઝરને યૂઝર્સ સામાન્ય રીતે અપડેટ કરતા રહે છે.

એવું તે માટે કારણ કે, જુની OS અને બ્રાઉઝરમાં સિક્યુરીટી અપડેટ નહી મળે, જેના લીધે તેને હેક કરવાનું હેકર્સ માટે સરળ બની જાય છે. ગૂગલે પોતાની બ્લોગ પોસ્ટમાં યૂઝર્સને ક્રોમ અપડેટ કરવાની સલાહ આપી છે.

ગૂગલને જુની OS અને બ્રાઉઝરથી નવામાં જવાનું કહી રહ્યું છે. ગૂગલનાં આધિકારિક નિવેદન મુજબ જો યૂઝર્સ જુના ક્રોમ વર્ઝનમાં Gmail યૂઝ કરશે, તો હેકિંગનું જોખમ વધી જશે. આ પ્રકારે XP અને Vista સાથે પણ છે, જેનો સપોર્ટ હવે માઈક્રોસોફ્ટે બંધ કરી દીધો છે.

You might also like