‘ગૂગલ એડ્સ’ની મદદથી ગણતરીની મિનિટોમાં જાહેરાત બનાવી શકાશે

વોશિંગ્ટન: સોશિયલ સાઈટ પર ખૂબ મહત્વના ગણાતા ગૂગલે નાના વેપારીઓ અને તેના ગ્રાહકો માટે ઓનલાઇન જોડાવવા મદદ કરવા ‘સ્માર્ટ’ કેમ્પેન શરૂ કર્યું છે, જેમાં મિનિટોમાં જાહેરાત બનાવી શકાશે. આ અંગે ગૂગલે એમ પણ જણાવ્યુ છે કે, તેની એડ્વર્ટાઇઝમેન્ટ પ્રૉડક્ટ લાઇનઅપ ‘ગૂગલ એડ્વર્ડ્સ’ને હવે ‘ગૂગલ એડ્સ’ તરીકે ઓળખાશે. વધુમાં કંપની આ વર્ષના અંત સુધીમાં નવું એડ્વર્ટાઇઝમેન્ટ ટૂલ ‘ઇમેજ પિકર’ પણ લોન્ચ કરશે. આ ટૂલથી વેપારી ગૂગલ દ્વારા અપાયેલી ત્રણ ઇમેજનો યુઝ કરી શકશે અથવા જાતે જ ઇમેજ અપલોડ કરી શકશે.

આ અંગે ગૂગલના પ્રૉડક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર કિમ સ્પેલ્ડિંગે બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે ‘ગૂગલ એડ્સ શરૂ થતા નાના વેપારીઓ હવે સ્માર્ટ કેમ્પેનનો યુઝ કરી શકે છે.’તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ તેને અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું છે અને આ વર્ષે આને દુનિયાભરમાં મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. ગૂગલે લગભગ ૧૮ વર્ષ પહેલાં તેની જાહેરાત પ્રોડક્ટથી શરૂઆત કરી હતી.

આ ઉપરાંત તાજેતરમાં જ ગૂગલે જણાવ્યું હતું કે, તે પત્રકારોને ફેક ન્યૂઝનો શિકાર થતા બચવવા ભારતમાં આગામી એક વર્ષે ૮૦૦૦ પત્રકારોને તાલિમ આપશે, જેમાં અંગ્રેજી સહિત ૬ ભારતીય ભાષાઓના પત્રકારો સામેલ હશે. આ અંતર્ગત ગૂગલ ન્યૂઝ ઇનિશિએટિવ ઇન્ડિયા ટ્રેનિંગ નેટવર્ક દેશભરમાંથી ૨૦૦ પત્રકારોની પસંદગી કરશે, જે પાંચ દિવસ પ્રશિક્ષણ શિબિરમાં સત્યાપન અને પ્રશિક્ષણના પોતાની સ્કીલને નિખારશે. આ શિબિર અંગ્રેજી સહી અન્ય છ ભારતીય ભાષાઓ માટે આયોજિત કરવામાં આવશે.

ગૂગલ ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે ભારતનાં શહેરોમાં અંગ્રેજી, હિન્દી, તામિલ, બંગાળી, મરાઠી અને કન્નડમાં ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. સ્પેલ્ડિંગે કહ્યું, ‘અમે નાના વેપારીઓ માટે ગૂગલ એડ્સ પર ઇનોવેશન અને એડ્ ટેકનોલૉજીને અપનાવીને સ્માર્ટ કેમ્પેનનું નિર્માણ કરીએ છીએ.

You might also like