દહાણું નજીક માલગાડીમાં લાગી ભીષણ આગ, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો

મુંબઇ: મોડી રાત્રે મહારાષ્ટ્રનાં દહાણું અને વાનગાંવ વચ્ચે એક માલગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે. ત્યારે આ આગને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે તેમજ મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી હતી. માલગાડીનાં ક્ન્ટેનરમાં આગ લાગતા જ રેલ્વે અધિકારીઓ તથા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવતાં અંતે સ્થિતિ કાબુમાં આવી ગઇ હતી.

અનેક ટ્રેનોનાં સમય પત્રકમાં પણ ફેરફાર તેમજ કેટલીક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે. સુરત રેલ્વે સ્ટેશન પર પણ હજારો મુસાફરો અટવાઇ ગયાં. અનેક ટ્રેનો રદ્દ થતાં લોકોનું દિવાળી વેકેશન પણ બગડ્યું. મહત્વનું છે કે દહાણું રોડ નજીક એક માલગાડીમાં ભીષણ આગ લાગવાનાં કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે. રેલ્વે અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, હાલમાં રેલ્વે વ્યવહાર પૂર્વવત બનાવવાનાં પુરતા પ્રયાસ શરૂ જ છે. જો કે હજી તેમાં સમય લાગશે.

આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાતા અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી, ડબલડેકર, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની મહત્વની ટ્રેનોનાં રૂટ પણ ટૂંકાવી દેવાયાં છે. કેટલીક ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે. રેલ્વે વિભાગનાં જણાવ્યાં અનુસાર, કેટલીક ટ્રેનોનાં શિડ્યુલ પણ બદલવામાં આવ્યાં છે.

You might also like