ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સરકાર માટે મોટી ચેલેન્જ

નવી દિલ્હી: જીએસટી બિલ પાછલા કેટલાક સમયથી રાજ્યસભામાં પસાર થયા વિના અટવાયેલું છે. સરકાર તમામ પક્ષોનો સહયોગ લેવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ સાથે વિવાદિત મુદ્દે અગાઉ બેઠક મળી હતી. પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકાર જીએસટી બિલ રાજ્યસભામાંથી પાસ કરે તો પણ તેની અમલવારીને લઈને હજુ પણ કેટલાક એવા મુદ્દાઓ છે કે જે સરકાર માટે મોટી ચેલેન્જરૂપ બની શકે છે. ખાસ કરીને દેશભરમાં એકસમાન માળખું ઊભું થશે તથા જૂની ટેક્સ વ્યવસ્થાના કારણે નવી ટેક્સ વ્યવસ્થા ઊભી થશે. આવા સંજોગોમાં સરકારે કારગત ઈન્ફર્મેશન ટેકનોલોજીની વ્યવસ્થા ઊભી કરવી પડશે. જેમાં વેપારીઓ કરની ચૂકવણી વિના અવરોધે કરી શકે.

સરકાર આ વ્યવસ્થા ઊભી કરવામાંં હજુ પા પા પગલી ભરી રહી છે. જો સરકાર આગામી એપ્રિલ ૨૦૧૭થી જીએસટી લાગુ કરવા ઈચ્છે છે તો આ માટે સરકાર પાસે સમય ખૂબ જ ઓછો છે. એ જ પ્રમાણે જીએસટીની અમલવારીના કારણે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ગુમાવવાનો વારો આવી શકે છે.

આ આવકને સરભર કરવા હજુ સરકારે સ્પષ્ટતા કરી નથી, એટલું જ નહીં રાજ્ય સરકાર ૧.૫ કરોડથી ઓછો કારોબાર કરતા યુનિટો ઉપર પોતાનો અંકુશ ગુમાવવા તૈયાર નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ અવરોધો ઊભા થઈ શકે છે.

You might also like