ડહાપણની વાતો માત્ર મગજથી નહીં, હૃદયથી નક્કી થતી હોય છે

સામાજિક મુદ્દે અાપણે ડહાપણભર્યું કેવું વલણ રાખવું જોઈએ એ વિચારતી વખતે માત્ર મગજ જ કાર્યરત નથી હોતું, અાપણું હૃદય પણ એમાં કંઈક કન્ટ્રિબ્યુશન અાપે જ છે. અાવું કેનેડાના ઓન્તારિયોની યુનિવર્સિટી ઓફ વોટરલૂના સાઈકોલોજીના પ્રોફેસરોનું કહેવું છે. રિસર્ચરોનું કહેવું છે કે મગજ જ્યારે કોઈક સંકુલ બાબતે નિર્ણય લેતું હોય ત્યારે માણસના મગજમાં જ એક્ટિવિટી થતી હોય છે એવું નથી. એ જ વખતે હોર્ટરેટમાં પણ ઉતારચડાવ અાવે છે. હાર્ટબીટ્સમાં ઉતારચડાવથી નર્વસ સિસ્ટમનો કન્ટ્રોલ રહે છે.

You might also like