બાળકો માટે ખુશખબરઃ હવે ટીવી સિરિયલ ‘શક્તિમાન’નું ‘કમ બેક’

મુંબઈ: શક્તિમાન ટીવી સિ‌રિયલ જોતાં આપનું બાળપણ વીત્યું છે. શક્તિમાનના ચાહકો માટે હવે એક સારા સમાચાર છે. શક્તિમાનનો રોલ કરનાર મૂકેશ ખન્ના શક્તિમાનના પાત્રને ફરી એક વાર ટીવી પર જી‌વિત કરવા ઇચ્છે છે.

મૂકેશ ખન્ના શક્તિમાન સિ‌રિયલને ટીવી પર ફરી શરૂ કરવા ઇચ્છે છે. આ માટે તેમની ઘણી ટીવી ચેનલો સાથે વાત ચાલી રહી છે, જોકે શો શરૂ કરવાની તારીખ અંગે મૂકેશ ખન્નાએ હજુ કાંઈ જણાવ્યું નથી. મૂકેશ ખન્નાએ જણાવ્યું કે હું હાલમાં મારા લુક અને બોડી પર ધ્યાન આપી રહ્યો છું. શક્તિમાનના પાત્ર માટે મેં આઠ કિલો વજન ઘટાડ્યું છે. મૂકેશ ખન્ના આગળ હજુ પણ વધુ વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે.

મૂકેશ સિક્સ પેક એપ્સ બનાવવા ઇચ્છતા નથી, પરંતુ તેમની ઇચ્છા છે કે ૧૫ વર્ષ જૂના શક્તિમાનની જેમ તેઓ દેખાય. તેમનું કહેવું છે કે લોકો તેમને હંમેશાં શક્તિમાનની જેમ જુએ. તેથી તેઓ અન્ય કોઈ વ્યક્તિ સાથે આ પાત્ર કરાવવા ઇચ્છતા નથી. જ્યારે મૂકેશ ખન્નાને પૂછવામાં આવ્યું કે તેઓ આ સરિીઝમાં નવા કલાકારોને પાત્ર માટે મોકો શા માટે આપતા નથી ત્યારે તેમણે જણાવ્યું કે ૮૦ના દાયકામાં જ્યારે મને મહાભારત માટે ભીષ્મ પિતામહના રોલની ઓફર આવી હતી ત્યારે હું આ રોલ માટે ખૂબ જ યંગ હતો. મારું માનવું છે કે કલાકારો માટે ઉંમરનાં બંધનો હોતાં નથી.

You might also like