ગુજરાતમાં ખુલશે નવા 6 પાસપોર્ટ કેન્દ્રો, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

ગુજરાતઃ રાજ્યમાં નવા 6 પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે જાહેરાત કરી છે. અમરેલી, ગાંધીનગર, પાટણ, બારડોલી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આ મામલે ગાંધીનગરમાં કેન્દ્રીયમંત્રી એમ જે અકબરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં રાજ્ય સરકાર દ્વારા 6 કેન્દ્રોની માંગ કરાઈ હતી. આ મિટિંગમાં એમ. જે. અકબરે રાજ્યમાં 6 પાસપોર્ટ ખોલવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી એમ જે અકબરે એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં નવા 6 પાસપોર્ટ કેન્દ્રો શરૂ થશે. હાલ કાર્યરત 19 પાસપોર્ટ કેન્દ્રો ઉપરાંત વધુ 6 પાસપોર્ટ કેન્દ્રોની ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીનાં PM બન્યાં પૂર્વે ગુજરાતમાં માત્ર 5 પાસપોર્ટ કેન્દ્રો હતાં. જે તેઓ PM બન્યાં બાદ વધુ 14 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં હતાં.

એમ જે અકબરે પણ કહ્યું હતું કે જે 70 વર્ષમાં ના થયું તે છેલ્લાં 5 વર્ષમાં થયું છે. ગુજરાતનાં આ 6 પાસપોર્ટ કેન્દ્રોમાં ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બારડોલી અને અમરેલી જેવી જગ્યાએ નવા પાસપોર્ટ કેન્દ્રો શરૂ થશે.

મહત્વનું છે કે કેન્દ્રીય વિદેશ રાજયમંત્રીની ઉપસ્થિતિમાં આજે સ્વર્ણિમ સંકુલ 1માં આઉટ રિચ કોન્ફરન્સ થઈ હતી. જેમાં ગુજરાતનાં બિનનિવાસી ગુજરાત પ્રભાગનાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડો. જે એન સિંહ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે તેમનાં પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

You might also like