થેલિસિમિયાના દર્દીઓ માટે ખુશખબર… બકરાંના લોહીમાંથી થશે ઇલાજ…

જોધપુર: હવે થેલિસિમિયાના દર્દીનો ઇલાજ બકરાંનાં તાજાં લોહીમાંથી થશે. રાજસ્થાનમાં પહેલીવાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનિવર્સિટીમાં ખૂબ જ જલદી થેલિસિમિયાના રોગીઓ માટે એક નવો પ્રોજેકટ શરૂ થવાનો છે. જે હેઠળ થેલિસિમિયા રોગીઓને ચારથી છ મહિના સુધી લોહી ચઢાવવાની જરૂર નહીં પડે.

આ ઉપચાર બકરાંનાં તાજાં લોહીથી થશે. આ ઇલાજ શરૂ કરવાની સ્વીકૃતિ રાજ્ય સરકાર પાસેથી મળી ચૂકી છે. યુનિવર્સિટીએ આયુર્વેદિક હોસ્પિટલમાં આ ઇલાજ શરૂ કરવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. કુલપતિ પ્રો.રાધેશ્યામ શર્માએ તેની જવાબદારી પંચકર્મના પ્રો.ડો.મહેશ શર્માને સોંપી છે.

પ્રો.રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર થેલિસિમિયા મેજર સૌથી ઘાતક હોય છે. તેમાં આરબીસી પરિપકવ થતાં પહેલાં વિખં‌ડિત થઇ જાય છે અને હિમોગ્લોબિનનુું સ્તર નીચેે આવે છે.

આવા સંજોગોમાં આરબીસીમાંથી નીકળતો આયર્ન થેલિસિમિયા પીડિત બાળકો માટે ઘાતક બને છે અને આયર્ન ચિલેશન ચિકિત્સા આપવી પડે છે. આ ટ્રિટમેન્ટ બાદ બ્લડ ટ્રાન્સફયુઝન થતાં લોહીમાં આયર્નનું સ્તર પણ ઘટી જશે અને થેલિસિમિયા રોગીઓને ચારથી છ મહિના બાદ લોહીની જરૂર પડશે.

You might also like