સરકારની ઉજ્જવલા યોજનાની કમાલ, LPG આયાત કરવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

દરેક ઘરમાં LPG કનેક્શન પહોંચાડવાનું લક્ષ્યને પૂર્ણ કરવા માટે લાગેલી મોદી સરકાર માટે એક સારા સમાચાર છે. વૈશ્વિક સ્તર LPG આયાત કરવામાં ભારત બીજા ક્રમે છે. આ લિસ્ટમાં સૌથી આગળ ચીન છે, પરંતુ જે ઝડપથી ભારતમાં LPGની માંગ વધી રહી છે તે હિસાબથી ટૂંક સમયમાં આ મામલામાં ચીનને પછાડી દેશે.

ગરીબ પરિવારોને પણ રાંધવા માટે ચોખ્ખું બળતણ આપવાની નરેંદ્ર મોદી સરકારની પહેલના કારણે LPGની માગમાં 2017-18માં 8 ટકાનો વધારો થયો. ભારત 2016માં જાપાનને પાછળ રાખીને ક્રૂડ ઓઈલનું વપરાશ કરતો ત્રીજો વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો હતો, પહેલા અને બીજા ક્રમે US અને ચીન હતા.

રેંદ્ર મોદી સરકારની મહત્વકાંક્ષી ‘ઉજ્જવલા યોજના’ અંતર્ગત ગરીબ પરિવારોને પણ ઊર્જા મેળવવાનો હક છે. આ યોજનાને કારણે ઘરવપરાશના LPGની માગમાં 8%નો વધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે, રિફાઈનરી ઉદ્યોગની આ આડપેદાશની માગ 2017-18માં 11 મિલિયન ટન રહી.

એક અહેવાલ અનુસાર, પ્રથમવાર ડિસેમ્બર મહિનામાં ભારતની LPGની આયાત ચીન કરતાં વધારે રહી. ચીનની 2.3 મિલિયન ટન આયાત સામે ભારતની આયાત 2.4 મિલિયન ટન હતી. જો કે ચીનની સરેરાશ માસિક આયાત 2.7 મિલિયન ટન છે, જેની સામે ભારતની 1.7 મિલિયન ટન આયાત છે.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાનની દેખરેખ હેઠળ ચાલતી ઉજ્જવલા યોજના ઝડપથી આગળ વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે 2022 સુધીમાં ઘર વપરાશ માટેના LPGની માગ 27 મિલિયન ટન સુધી પહોંચી જશે. ઉજ્જવલા યોજના હેઠળ સરકાર સામાન્ય સબ્સિડીવાળી કેટેગરી અને અન્ય કેટેગરીમાં LPG વપરાશકારોની સંખ્યા વધારી રહી છે. હાલનો ઘર વપરાશના આંકડો 20 કરોડ જેટલો છે, જેમાં ગયા વર્ષ કરતાં 6%નો વધારો થયો છે

You might also like