ખુશખબર, 2019 સુધી એક કરોડ લોકોને મળશે પાક્કા મકાન

નવી દિલ્હીઃ વર્ષ 2019 સુધી દેશભરમાં લગભગ 1 કરોડ લોકોને પાક્કા મકાન આપવાની યોજના ગ્રામણી વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે ઉત્તર પ્રદેશના આગરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની શરૂઆત કરશે. આ સાથે જ આ યોજના અંતર્ગત પાક્કા મકાનો બનાવવાનું કામ ઝડપીથી શરૂ થઇ જશે. હાલના નાણાકિય વર્ષમાં 33 લાખ મકાનો બનાવવામાં આવશે. આવનારી વિધાનસભા ચૂંટણીને જોતા કેન્દ્ર સરકારનું યૂપી પર ખાસ ફોકસ  છે. યૂપીમાં આગામી ત્રણ વર્ષમાં લગભગ  12 લાખ પાક્કા મકાનો બનાવવામાં આવ્યાં છે. તેમાંથી ચાર લાખ 30 હજાર મકાન હાલના નાણાકિય વર્ષમાં બનાવવામાં આવ્યાં છે.

ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું છે કે પાક્કા મકાનો સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન દ્વારા બનાવવામાં આવ્યા છે. આઇઆઇટી દિલ્હી અને યૂએનડીપીએ ડિઝાઇનને અંતિમ ઓપ આપ્યો છે. લગભગ 200 ડિઝાઇનોમાંથી કેટલીક ડિઝાઇનોનું અવલોકન પણ પ્રધાનમંત્રી આગરામાં કરશે. મકાનોની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવશે કે તે ભૂકંપ, પૂર, ચક્રવાત તેમજ અન્ય પ્રાકૃતિક મુશ્કેલી સામે ટકી શકે. લગભગ 18 રાજ્યોમાં ટકાઉ અને ગુણવત્તાયુક્ત મકાનો અંગે ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને મકાનની ડિઝાઇન બનાવવા માટે એન્જિનિયરોને  લગભગ 6 મહિના માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી આગરામાં યોજનાની શરૂઆતમાં આ તમામ લોકો પણ મળવાના છે.

આ યોજનાને પહેલાની સરખામણીમાં વધારે અપગ્રેડ કરવામાં આવી છે. નવા મકાન 25 મીટરના હશે. કેન્દ્ર સરકાર જમીન પર પાક્કા મકાન બનાવવા માટે 1.20 લાખ રૂપિયા આપશે. જ્યારે પૂર્વોત્તર અને અન્ય પર્વતીય ક્ષેત્રોમાં 1.30 લાખ રૂપિયા આપશે. આ સાથે જ મનરેગા અંતર્ગત 90 દિવસની મજૂરીના લગભગ 18 હજાર રૂપિયા પણ મકાન બનાવવા માટે આપશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત 12 હજાર આપવામાં આવશે. એટલે કે મકાન બનાવવા માટે 1.50 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકારે વિવિધ બેંકો સાથે વાત કરીને 70 હજાર રૂપિયા લોન આપવાની વ્યવસ્થા કરી છે. એક કરોડ મકાન બનાવવા માટે  જ્યારે 81 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. વર્ષ 2022 સુધી તમામ જરૂરિયાત મંદ લોકોને મકાન આપવાનું લક્ષ્ય છે. લગભગ બે કરોડ 90 લાખ મકાનોની જરૂર છે. યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી સામાજીક તેમજ આર્થિક જનગણના 2011ના આધારે કરવામાં આવશે. જે લોકો એક કે બે રૂમના કાચા મકાનમાં રહી રહ્યાં છે. તેમને યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે.

You might also like