ફ્રીડમ 251ના ગ્રાહકો માટે મોટી ખુશખબર

નવી દિલ્હી: ભારતમાં માત્ર 251 રૂપિયામાં લોન્ચ થયેલા સ્માર્ટફોન ફ્રીડમ 251 આખા બજારમાં હાહાકાર મચાઇ દીધો છે. આ ફોનની કિંમતે ગ્રાહકોને ખુશ કર્યા છે તો બીજી બાજુ સરકારના અમુક પ્રતિનિધિઓ દ્વારા તેના ફ્રોડ હોવાના આરોપ લગાવ્યા છે. ફ્રીડમ 251એ આરોપ લગાવનારાઓને આકરો જવાબ આપી દીધો છે.

જો કે હવેથી સ્માર્ટફોન ફ્રીડમ 251ને ગ્રાહકોને ઘરે બેઠા કેશ ઓન ડિલીવરી દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. રિંગિંગ બેલ્સએ ફેસબુક પેજ દ્વારા કહ્યું છે કે શરૂઆતમાં ફક્ત 50 લાખ લોકોને જ મળશે. તેમાંથી 25 લાખ લોકોને ઓનલાઇન અને 25 લાખ લોકોને ઓફલાઇન સ્માર્ટફોન આપવામાં આવશે.

કંપનીએ જણાવ્યું છે કે પહેલા રજિસ્ટ્રેશન કરાવનાર 25 લાખલોકોને આ સ્માર્ટફોન આપવામાં આવશે. સાથે એ પણ કહ્યું છે કે ગ્રાહકએ રૂપિયા ત્યારે આપવાના જ્યારે તેમને ઘરે ફોન મળી જાય.

You might also like