ઉનાળામાં બાઇકસવાર માટે ખુશખબર… આવશે AC હેલ્મેટ

હૈદરાબાદમાં બાવીસ વર્ષના મિકેનિકલ એન્જિનિયર કૌસ્તુભ કૌંડિન્ય, શ્રીકાંત કોમ્મુલ્લા અને આનંદ કુમાર નામના ત્રણ સ્ટુડન્ટ્સે શરૂ કરેલી સ્ટાર્ટઅપ કંપની AC હેલ્મેટ બનાવી રહી છે. આવી હેલ્મેટ ઉનાળામાં બાઈકસવાર માટે વરદાનરૂપ સાબિત થશે.

૨૦૧૬માં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવીને તેમણે એક ઈન્ડસ્ટ્રિયલ હાઉસ માટે આવી હેલ્મેટ તૈયાર કરી હતી અને તેની કિંમત ૫૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી તથા એની બેટરી બેથી ચાર કલાક ચાલતી હતી.

૪થી ૮ કલાક ચાલે એવી બેટરી ધરાવતી હેલ્મેટની કિંમત ૫૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે. ઈન્ડસ્ટ્રિયલ હેલ્મેટ ઈન્ડિયન નેવી અને ટાટા મોટર્સે ખરીદવા માટે રસ દર્શાવ્યો છે.

You might also like