સારા ચોમાસાથી એ‌ગ્રિ. કંપનીઓની આવકમાં સુધારાની આશા

મુંબઇઃ ચાલુ વર્ષે દેશનાં મોટા ભાગનાં રાજ્યમાં સારો વરસાદ નોંધાયો છે. સારા વરસાદના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આગામી ત્રિમાસિક સમયગાળામાં કંપનીઓના વેચાણ અને નફામાં ૧૫ થી ૪૫ ટકાનો ગ્રોથ જોવાઇ શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની માગમાં જોરદાર વૃદ્ધિ જોવાઇ શકે છે. ઉદ્યોગ સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રેલિસ ઇન્ડિયા, જૈન ઈરિગેશન જેવી એ‌િગ્ર. કંપનીઓના કારોબારમાં સુધારો થવાની આશા છે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે સારા ચોમાસાના કારણે એ‌િગ્ર. કંપનીઓની આવકમાં સુધારો થવાની આશા છે, જેમાં ખેતીનો સામાન બનાવતી કંપનીઓ, બીજ કંપનીઓ, ફૂડ પ્રોસેસિંગ કરતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટરના વેચાણમાં આગામી સાત મહિનામાં ૧૫ ટકા વધારો થવાની આશા છે એટલું જ નહીં, એસ્કોર્ટ અને વીએસટી ટ્રેક્ટર્સ કંપનીના પર્ફોર્મન્સમાં પણ સુધારો થવાની
આશા છે.

You might also like