સારા સહકર્મચારીઓ હોય તો તમારું સ્વાસ્થ્ય સુધરી શકે

તમે જે સ્થળે નોકરી કરો છો ત્યાં તમારા બોસ અને સહકર્મચારીઓ પણ સારા સ્વભાવના હોય તે એટલું જ જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીમાં થયેલું લેટેસ્ટ સંશોધન કહે છે કે જો ઓફિસમાં સહકર્મચારીઓ સારા હોય તો તમારું પર્ફોરમન્સ સુધરે છે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. ૧૫ દેશોમાં ફેલાયેલા વિવિધ ક્ષેત્રના ૧૯૦૦૦ કર્મચારીઓને અાવરી લેતો અા પ્રકારનો પ્રથમ સ્ટડી છે. જે ઓફિસમાં કર્મચારીઓ વચ્ચે સોશિયલ બોન્ડિંગ મજબૂત હોય જે કંપનીઓ સાથે પોતાની જાતને વધુ સારી રીતે અાઈડેન્ટિફાઈ કરી શકતા હોય તેઓમાં સ્ટ્રેસ પણ ઓછો હોય છે અને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદો પણ ઓછી રહે છે.

You might also like