ગોંડલના શો-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, વધુ એક આરોપી ક્રાઇમબ્રાંચના સકંજામાં

રાજકોટ ગોંડલના કપડાના શો-રૂમમાં થયેલી ચોરીના મામલે રાજકોટ ક્રાઈમબ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બસ સ્ટેન્ડમાંથી ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ગોંડલના બાદશાહને ઝડપી 13 લાખ 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચોરીના બનાવ બાદ આરોપી બાદશાહના ભાગે 14 લાખ રૂપિયા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના બસ સ્ટેન્ડ નજીકના કોલેજીયન નામના કપડાના શો-રૂમમાં તાળા તોડી 40 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જયાં CCTVમાં સ્પષ્ટ ચોરી કરતા તસ્કરો દેખાતા હતા.

આ અગાઉ પોલીસે 4 આરોપીઓને ઝડપી અંદાજીત 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ ગોંડલમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં 5 આરોપીઓ પાસેથી કુલ 40 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.

You might also like