ગોંડલમાં ધાકધમકીથી તોડ કરતાં પોલીસકર્મીનો VIDEO વાયરલ

રાજકોટઃ સરકાર દ્વારા મોટા મોટા કરવેરા વસૂલ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે દિવસે ને દિવસે ટ્રાફિક પોલીસનાં રિશ્વત લેતા વીડિયો સતત વાઇરલ થઇ રહ્યાં છે. ત્યારે રાજકોટનાં ગોંડલમાં પણ તાજેતરમાં ટ્રાફિક પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે.

વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં વાહનચાલકો પર ટ્રાફિક પોલીસવાળો જનતા પર ધાક જમાવી રહ્યો છે. પોલીસમેન વાહનચાલકો પાસેથી દાદાગીરીથી નાણાં ઉઘરાવી રહ્યો છે તેવો એક વીડિયો વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મોરબી પંથકમાંથી પણ એક ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલા પોલીસકર્મી ખુલ્લેઆમ હપ્તા વસુલતી હોવાંનો એક વીડિયો વાયરલ થયો હતો.

જેને લઇને પોલીસની આવી કામગીરી જોઇને એવાં અનેક સવાલો ઉભા થાય છે કે જો કાયદાનું રક્ષણ કરનારા લોકો જ આ રીતે જનતા સામે દાદાગીરી કરીને હપ્તા ઉઘરાવતા રહેશે તો આ સમાજ ક્યાં જઇને ઉભો રહેશે.

You might also like