ગોમતીપુરમાં દુકાનનું શટર તોડી રૂ. ૧૪.૪૮ લાખની મતાની ચોરી

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી પાન મસાલાની દુકાનમાંથી તસ્કરોએ રૂ.૧૪.૪૮ લાખના સિગારેટનાં કાર્ટન સહિત ચાંદીના સિક્કાની ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચમકાર મચી ગઇ છે. ગોમતીપુર પોલીસે આ કેસમાં અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ગોમતીપુર વિસ્તારમાં આવેલી પટેલ સોસાયટીમાં રહેતા રામધની રામકિશોર ચોરસિયાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ રામધની ચોરસિયાની ગોમતીપુર બળિયાકાકા ચાર રસ્તા પાસે પાન-બીડી-સિગારેટની દુકાન આવેલી છે. તા.૧૮-૦૯-ર૦૧૭ના રોજ અજાણ્યા શખ્સોએ દુકાનનું સેન્ટર લોક તોડી તેમાંથી અલગ અલગ ‌બ્રાન્ડની સિગારેટનાં કાર્ટન તેમજ બીડીનાં કાર્ટન તથા ચાંદીના સિક્કા અને રૂ.૧૦-૧૦ના ચલણી સિક્કાઓ મળીને કુલ રૂ.૧૪.૪૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. રામધની ચોરસિયાએ પોતાની દુકાનનું શટર તૂટેલું જોતાં તાત્કાલિક તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

You might also like