ગોલ્ફર વાણી કપૂરે સિઝનનો સાતમો ખિતાબ જીત્યો

નવી દિલ્હીઃ દિલ્હીની ગોલ્ફર વાણી કપૂરે આ સિઝનમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતાં ગઈ કાલે મહિલા પ્રોફેશનલ ગોલ્ફ ટૂરનો ખિતાબ જીતી લીધો. વાણીએ પહેલા દિવસથી જ સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી અને અંતિમ દિવસ સુધી તેને જાળવી રાખતાં વધુ એક ખિતાબ પોતાના નામે કરી લીધો. વાણીએ ત્રીજા દિવસે વન ઓવર ૭૩નો સ્કોર કર્યો. તેનો કુલ સ્કોર ૨૨૧નો રહ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like