માગમાં વૃદ્ધિ-સરકારી ખર્ચમાં વધારો થવાથી જીડીપી ૭.૯ ટકા રહેવાનો અંદાજ

મુંબઈ: સ્થાનિક બજારમાં માગમાં વૃદ્ધિ તથા સરકારી ખર્ચમાં વધારો થવાના કારણે જીડીપી આગામી નાણાકીય વર્ષમાં ૭.૯ ટકા રહેવાનું અનુમાન છે. ગોલ્ડમેન સાશે વ્યક્ત કર્યું છે. તેઓના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં નરમાઈ જોવા મળી શકે છે. ભારત ઝડપી આર્થિક વિકાસ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ઊચો ગ્રોથ જોવાશે. ગોલ્ડમેન સાશના જણાવ્યા પ્રમાણે દેશની અર્થવ્યવસ્થાને લઈને અમારે મત સકારાત્મક છે. સ્થાનિક બજારમાં ઊંચી માગના કારણે દેશનો અાર્થિક વૃદ્ધિ દર વધશે. રેલવે અને હાઈ વે પાછળ સરકારી ખર્ચ ‍વધવાના કારણે તથા એફડીઆઈ વધતા દેશમાં આર્થિક વૃદ્ધિદરમાં સુધારો થશે. ગોલ્ડમેન સાશના જણાવ્યા પ્રમાણે સરકારની નીતિઓમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં ફુગાવો ૪.૯ ટકા જ્યારે વર્ષે ૨૦૧૬-૨૦૧૭માં ૫.૩ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.

You might also like