ક્રૂડ ઓઈલના ભાવમાં હજુ વધુ ૫૦ ટકા ઘટાડો થશેઃ ગોલ્ડમેન

ન્યૂયોર્ક: ગોલ્ડમેન સાશનું કહેવું છે કે હજુ એક વર્ષ સુધી ક્રૂડ ઓઇલ માર્કેટની સ્થિતિ સુધરશે નહીં. ઓપેકે ઓઇલ ઉત્પાદન સંબંધિત પોતાની તાજેતરની જાહેરાત કર્યા બાદ ગોલ્ડમેનના ડેમિયન કાર્વેલ અને ક્લાયન્ટને પોતાની નોંધમાં લખ્યું છે કે ઓઇલ માર્કેટનો સપ્લાય અને ડિમાન્ડ બેલેન્સ ૨૦૧૬ના ચોથા ક્વાર્ટર સુધી સુધરશે નહીં. ગોલ્ડમેન સાશનું માનવું છે કે ઓઇલના ભાવમાં હજુ પણ ૫૦ ટકાનો વધારે ઘટાડો થશે. તેલ ઉત્પાદક દેશોના સંઘ ઓપેકે જાહેરાત કરી છે કે તે પોતાના વર્તમાન ઉત્પાદન દરને ૩૦૩.૧૫ કરોડ બીપીડી પર યથાવત્ રાખવા ધ્યાન આપશે. ગોલ્ડમેનનું માનવું છે કે ઓપેકનું ઉત્પાદન ૩.૧૮ કરોડ બેરલ પ્રતિદિવસ રહેશે. ગોલ્ડમેનનું અનુમાન છે કે આગામી થોડા મહિના સુધી ઓઇલની કિંમત ૪૦ ડોલર એટલે કે પ્રતિબેરલ રૂ. ૨૭૦૦ની આસપાસ રહેશે અને ઉત્પાદન વધવાના કારણે ઓઇલની કિંમતમાં હજુ પણ ૫૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.

બીજી બાજુ ક્રૂડ ઓઇલમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે મોટી રાહતના સમાચાર લઇને આવ્યો છે. તેના કારણે અનેક કંપનીઓના શેરમાં સારી તેજી જોવા મળી છે, જોકે કેટલાક સ્ટોક્સ પર નકારાત્મક અસર પણ પડી છે.  અબાન ઓફશોર, જિંદાલ ડ્રિલિંગ, કેઇર્ન ઇન્ડિયા, દીપ ઇન્ડસ્ટ્રીઝ અને જીઇ શિપિંગ એવી કંપનીઓ છે કે જેના સ્ટોક્સ પર ક્રૂડ તેલના ભાવ ઘટાડાના કારણે ભારે ફટકો પડ્યો છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી ક્રૂડના ભાવમાં સારી રિકવરી જોવા ન મળે ત્યાં સુધી રોકાણકારોએ આ સ્ટોકથી બચવું જોઇએ, કારણ કે ક્રૂડ રિયલાઇઝેશનમાં ઘટાડાથી એક્સપ્લોરેશન સાથે સંકળાયેલી કંપનીઓના નફામાં મોટો ઘટાડો થવાની દહેશત છે.

You might also like