ગોલ્ડન કેલા એવોર્ડમાં સલમાન અને શાહરૂખ છવાયા

ગોલ્ડન કેલા એવોર્ડ 2016માં આ વખતે બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાન અને સલમાન ખાન બંનેના નામ શામેલ છે. આ વાત જાણીને તેમના ચાહરોને થોડી હેરની અને નિરાશા બંને થશે પરંતુ ખરાબ ફિલ્મ પસંદ કરી હોય તો આવું જ કાંઇક થાય છે. જીહા ભલે સલમાન ખાનની પ્રેમ રતન ધન પાયો અને શાહરૂખ ખાનની દિવલવાલેએ બોક્સ ઓફિસ પર કમાણી કરી આપી હોય પણ આ બંને ફિલ્મો વાર્તાની દ્રષ્ટિએ સાવ નબળી રહી છે. જેને પગલે તેની પસંદગી ગોલ્ડન કેલા એવોર્ડ માટે કરવામાં આવી છે. તો આ એવોર્ડમાં કપૂર ભાઇ-બહેન અર્જૂન કપૂર અને સોનમ કપૂરના પણ નામ શામેલ છે. જી હા સોનમ કપૂરને પ્રેમ રતન ઘન પાયો માટે સોથી ખરાબ એક્ટ્રેસ જ્યારે અર્જૂન કપૂરને ફિલ્મ તેવર માટે ખરાબ એક્ટર તરીકે નોમિનેટક કરવામાં આવ્યા છે. ખરાબ ફિલ્મોની યાદીમાં બોમ્બે વેલવેટ,  પ્રેમ રતન ધન પાયો ઉપરાંત શાનદાર અને તેવર જેવી ફિલ્મોના નામ પણ શામેલ છે. ગોલ્ડન કેલા એવોર્ડ માટે બોલીવુડમાં પ્રસારીત થતી ખરાબ ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. કેટલીક ફિલ્મો એવી હોય છે કે જે બોકસ ઓફિસ પર ધમાલ તો મચાવે છે પરંતુ તેની વાર્તામાં કાંઇ દબ હોતો નથી. જેનો સમાવેશ આ એવોર્ડમાં કરવામાં આવે છે.

 

 

You might also like