વર્ષ ૨૦૨૦ સુધી ૮૫૦થી ૯૫૦ ટન સોનાની માગ રહેશે

મુંબઇ: દેશમાં ત્રણ વર્ષ બાદ સોનાની માગમાં મજબૂત સુધારો નોંધાઇ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં સોનાની માગ ૮૫૦થી ૯૫૦ ટન વચ્ચે રહી શકે છે. કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ગ્રાહકો દ્વારા સોનાની માગમાં વધારો થવાના કારણે આયાતમાં સુધારો જોવા મળી શકે છે, જોકે ચાલુ કેલેન્ડર વર્ષમાં દેશમાં સોનાની માગ ૬૫૦થી ૭૫૦ ટન વચ્ચે જ રહી શકે છે તેવું અનુમાન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા વ્યક્ત કરાયું છે, જોકે આગામી દિવસોમાં જ્વેલરીની માગ ખૂબ જ ઝડપથી વધવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. વર્ષ ૨૦૧૬ સોનાના કારોબારીઓ માટે ચેલેન્જિંગ રહ્યું હતું.

નોટબંધી સહિત સરકારે જ્વેલરી ખરીદીના નિયમોમાં ફેરબદલ કરવાની સાથેસાથે સખ્તાઇથી અમલવારી કરતાં જ્વેલરી કારોબાર ઉપર પણ તેની અસર નોંધાઇ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે અપેક્ષા કરતાં સારા વરસાદ, સાતમા પગારપંચની અમલવારી તથા નોટબંધી બાદ નાણાકીય પ્રવાહિતામાં જોવા મળી રહેલા સુધારાના પગલે સોનામાં ચાલુ વર્ષે માગ વધી શકે છે.
http://sambhaavnews.com/

You might also like