સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં મજબૂત ટ્રેન્ડ

અમદાવાદ: પાછલા સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નીતિગત વ્યાજના દરમાં વધારો કરવાનો નિર્ણય હાલ મોકૂફ રખાયો છે. ત્યાર બાદ સોનામાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું મહત્ત્વની ૧૩૫૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૩૫૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.
સ્થાનિક બજારમાં સોનું ૩૧,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૩૧,૧૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઇ ૪૭,૦૦૦ની સપાટીની નજીક ૪૬,૭૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીમાં રોકાણરૂપી ખરીદી કરવાનો નવેસરથી ટ્રેન્ડ શરૂ થયો છે અને તેને કારણે વૈશ્વિક બજારની સાથેસાથે સ્થાનિક બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે. સલામત રોકાણ તરીકે સ્થિર રિટર્ન મળતું હોવાના કારણે સોનામાં સુધારો નોંધાયો છે.

You might also like