સોનામાં મજબૂત ચાલઃ ચાંદી ૩૬ હજારની સપાટીએ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં સોનામાં મજબૂત ચાલ જોવા મળી રહી છે. સોનું ૦.૭ ટકાના સુધારે ૧૧૬૫ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયું છે ત્યારે સ્થાનિક બજારમાં પણ સોનામાં સુધારો નોંધાયો છે. સ્થાનિક બજારમાં સોનું ૨૮,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૨૮,૧૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે. દરમિયાન ચીનની નવા વર્ષની ઉજવણીને કારણે મોટા ભાગનાં એશિયાઇ બજાર આજે બંધ જોવા મળ્યાં છે.

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાની અસરને પગલે સલામત રોકાણ તરીકે સોનામાં ફરી એક વખત રોકાણરૂપી ખરીદી વધતાંની સાથે જ સોનાના ભાવમાં આગેકૂચ જારી રહી છે અને તેની સ્થાનિક બજાર પર અસર જોવાઇ છે. સ્થાનિક બજારમાં પણ ઇક્વિટી બજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ઘટાડે સોનામાં ખરીદી વધતાં સુધારા તરફી ચાલ નોંધાઇ છે.

You might also like