ચાંદી ૪૦ હજારની સપાટીએઃ સોનામાં પણ સુધારો જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે સોના અને ચાંદીમાં સ્થાનિક બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. યુરોપમાં રાજકીય અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં સોનું એક મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં પણ સોનામાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ ૨૯,૪૫૦થી ૨૯,૫૦૦ની સપાટીએ ભાવ પહોંચેલા જોવા મળ્યા હતા. એ જ પ્રમાણે ચાંદીમાં પણ મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે ચાંદીમાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ ૪૦,૦૦૦ની સપાટી ક્રોસ કરી જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં બુલિયન બજારમાં સુધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં સોના પર પાંચ ટકા જીએસટી આવે તેવી શક્યતા પાછળ નીચા મથાળે નોંધાયેલી ખરીદીના કારણે પણ બુલિયન બજારમાં સપોર્ટ જોવા મળ્યો છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સારા ચોમાસાના આશાવાદે હાલના બજારની નાણાકીય પ્રવાહિતા જોતાં આગામી દિવસોમાં સોના-ચાંદીમાં ખરીદી જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like