સોના-ચાંદીમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે રૂ. ૧૫૦ના સુધારે રૂ. ૨૯,૮૦૦ની સપાટીએ સોનાનો ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૪૨,૫૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ જોવાયાે હતાે. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે સોનું પાંચ મહિનાની ઊંચી ૧,૨૮૬ની સપાટીએ પહોંચી ગયું હતું તો બીજી બાજુ ડોલરમાં આવેલી નરમાઇની અસરથી પણ સોનાના ભાવને સપોર્ટ મળ્યો હતો.

એપ્રિલ મહિનાના અંતમાં અખાત્રીજ આવી રહી છે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ વખતે અખાત્રીજના દિવસે મોટા પ્રમાણમાં ખરીદી થાય તેવી સંભાવના પાછળ પણ સોનાના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે.
http://sambhaavnews.com/

You might also like