સોના-ચાંદીમાં એક તરફી તેજીની ચાલ

અમદાવાદ: સોના-ચાંદીમાં એક તરફી તેજીની ચાલ જોવા મળી રહી છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધુ ઉછાળો નોંધાયો હતો. સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવે રૂ. ૩૧૦૦૦ની સપાટી વટાવી દીધી છે, જ્યારે ચાંદીએ પણ ૪૬૦૦૦ની સપાટી ક્રોસ કરી છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૪૦૦ ડોલરની નજીક ૧૩૭૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલ અનિશ્ચિતતાની પરિસ્થિતિ વચ્ચે સોનું ટૂંક સમયમાં ૧૪૦૦ ડોલરની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

યુએસ ફેડરલ રિઝર્વની જૂનની પોલિસી બેઠક બાદ મિનિટ્સની જાહેરાત પૂર્વે સોના અને ચાંદીના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે તો બીજી બાજુ વૈશ્વિક ઇક્વિટી બજારમાં જોવા મળી રહેલા અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સોના અને ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો છે.

You might also like