Categories: Business

સોના અને ચાંદીમાં વધુ ઘટાડો

અમદાવાદ: અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પાછલા સપ્તાહમાં ઊભી થયેલી તંગદિલી હળવી થતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ગઇ કાલે જોવાયેલા ઘટાડા બાદ આજે વધુ ૧૦૦ રૂપિયાનું ગાબડું પડ્યું છે અને ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૩૧ હજારની સપાટીએ ખૂલ્યો હતો. નોંધનીય છે કે વૈશ્વિક સોનાનો ભાવ ૦.૫ ટકાના ઘટાડે ૧૩૩૦ ડોલર પ્રતિઔંસની સપાટીની નીચે પહોંચી ગયો છે.

જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાંદી ૦.૫ ટકા તૂટી ૧૭.૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગઇ છે. ગઈ કાલે ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૫૦૦નો કડાકો બોલાઇ ગયા બાદ આજે શરૂઆતે વધુ ૨૦૦નો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે ચાંદી રૂ. ૪૧ હજારની સપાટીએ ખૂલી હતી. બે દિવસમાં ચાંદીના ભાવમાં ખૂબ ઝડપથી ઘટાડો નોંધાઇ પ્રતિકિલોએ ચાંદીમાં રૂ. ૭૫૦નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલરમાં જોવા મળી રહેલી ઝડપી વધ-ઘટના પગલે સોના અને ચાંદીના ભાવ ઉપર વધ-ઘટ જોવા મળી રહી છે, જોકે આગામી ચારથી આઠ સપ્તાહમાં સોના અને ચાંદીમાં સુધારા તરફી ટ્રેન્ડ રહેવાનો મત વ્યક્ત કરાયો છે.

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

7 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

7 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

7 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

7 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

7 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

8 hours ago