સપ્તાહ દરમિયાન રૂપિયો ૦.૫૫ પૈસા તૂટ્યોઃ સોના-ચાંદીમાં ઉછાળો

અમદાવાદ: ગઇ કાલે દિવસના અંતે ડોલર સામે રૂપિયાે ૬૪.૧૩ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહ દરમિયાન રૂપિયામાં નરમાઇની ચાલ નોંધાઇ હતી. રૂપિયાએ ૬૪ની સપાટી ક્રોસ કરી દીધી હતી. સપ્તાહ દરમિયાન રૂપિયો ૦.૫૫ પૈસા તૂટ્યો હતો. નોંધનીય છે કે પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૩.૫૮ની સપાટીએ બંધ જોવાયો હતો. ઉત્તર કોરિયા અને યુએસ વચ્ચે તંગદિલીભર્યા માહોલ વચ્ચે યેન સામે ડોલર આઠ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી જતાં રૂપિયો પણ નબળો પડ્યો છે.

દરમિયાન ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. રૂપિયામાં નરમાઇ અને તંગદિલીભર્યા માહોલ વચ્ચે સલામત રોકાણ તરીકે સોનામાં માગ વધતાં વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

વૈશ્વિક બજારમાં સોનું ૧૨૭૫ ડોલર પ્રતિઔંસની સપાટી ક્રોસ કરી ૧૨૯૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. સપ્તાહ દરમિયાન ચાંદીમાં ૯૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનામાં ૬૦૦ રૂપિયાનો સુધારો નોંધાયો છે. આજે શરૂઆતે ચાંદીના ભાવ રૂ. ૩૯,૭૦૦, જ્યારે સોનાના ભાવ રૂ. ૩૦,૨૦૦ની સપાટીએ ખૂલ્યા હતા.

You might also like