સોનામાં ઘટાડાની ચાલ જોવાઈ

અમદાવાદ: આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સોનામાં રૂ. ૨૫૦ના ઘટાડે ૨૮,૬૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ વધુ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ ૩૭,૫૦૦ની સપાટીએ સ્થાનિક બજારમાં ભાવ જોવાયો હતો. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રૂપિયાની મજબૂતાઇની સાથે સાથે સ્થાનિક બજારમાં નવી લેવાલીના અભાવ વચ્ચે સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં પણ શુષ્ક કારોબાર વચ્ચે સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

http://sambhaavnews.com/

You might also like